ભાજપ પ્રદેશ આદિજાતિ મોરચાના કારોબારી સભ્ય તરીકે વરણી

પ્રભુદાસ પટેલ મોડાસા , તા. ૧૫ સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના બાલેટા ગામના મૂળ વતની અને હાલ અમદાવાદ ખાતે સ્થાયી થયેલા દિલીપભાઈ લક્ષ્મણભાઈ ગામેતીના પુત્ર નિર્મલભાઈ ગામેતીની ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ આદિજાતિ મોરચાના કારોબારી સભ્ય તરીકે વરણી કરવામાં આવી છે. નિર્મલભાઈ સેવાભાવી અને રાજકીય પૃષ્ઠભૂમિ ધરાવતા પરિવારમાંથી આવે છે. તેમના દાદા લક્ષ્મણભાઈ ગામેતી અગાઉ બાલેટા ગામના સરપંચ તરીકે પંચાયત અને સમાજ ઉત્થાનના કાર્યોમાં મહત્વનું યોગદાન આપી ચૂક્યા છે. પરિવારના સેવાના વારસાને આગળ ધપાવતા નિર્મલભાઈની સંગઠનમાં પ્રદેશ કક્ષાએ નિમણૂક થતાં આદિવાસી સમાજ તેમજ સ્થાનિક સ્તરે આનંદની લાગણી વ્યાપી ગઈ છે. તેમની આ નિમણૂક બદલ ભાજપના અગ્રણીઓ, કાર્યકરો, સ્નેહીજનો તેમજ સમાજના આગેવાનો દ્વારા તેમના પર શુભેચ્છાઓ અને અભિનંદનની વર્ષા થઈ રહી છે.
Advertisement
300×250
300×250
ભાજપ પ્રદેશ આદિજાતિ મોરચાના કારોબારી સભ્ય તરીકે વરણી — અલખ ગુજરાત
